Sunday, September 25, 2011

ચાલ સમય ને પાછળ મૂકી વહી જઈએ રે સામા

ચાલ સમય ને પાછળ મૂકી વહી જઈએ રે સામા
એક બીજા ને પાછળ રાખી ના થઈએ સામસામાં.

દર્પણ છે તો અદલાબદલી ચહેરા ની થવાની ,
હોય સંબંધ જો એક બીજા માં તિરાડ પણ પડવાની .
... ...
ચાલ બની ને રહીએ આપણ સાવ નજીક ના સરનામાં
એક બીજા ને પાછળ રાખી ના થઈએ સામસામાં.

ચાલ મળી ને લખીએ આપણ સુખ ને દુખ ના નામા
એક બીજા ને પાછળ રાખી ના થઈએ સામસામાં.
તારી હયાતીની મને કોઈ નિશાની દે,
ઈશ્વર મને જ શોધે તું, એ જીન્દગાની દે.
ખીલીને અહીં હું પણ ખરું, એમાં નવું છે શું?
ઉજડીને પણ ખીલી શકું, નોખી કહાની દે.
સીધા હશે જો રસ્તા તો શક છે ભૂલી જઈશ,
... વિસરું કદી ન હું તને, ઠોકર સુહાની દે.
મથુરા બન્યું છે જોઈ લે, આ મારું ધૃષ્ટ મન,
ગોકુળ બનાવી તું મને રાધા દિવાની દે.
કાયમ રહે જો ચુસ્ત, શું એ કાફિયા ગમે?
થોડાં કરી દે મોકળાં, એને રવાની દે.
 
ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં
એ રીતે તમને અમારા શ્વાસ બનાવી દઉં

શબ્દો તણા પુષ્પો ગુંથી ગજરો બનાવી દઉં
એ રીતે તમને ગઝલના પ્રાસ બનાવી દઉં
...
સાકી સુરા ને શાયરી મુહોબ્બત બનાવી દઉં
એ રીતે યાદો બધી રંગીન બનાવી દઉં
 હથેલી તણી લકીરને કિસ્મત બનાવી દઉં
એ રીતે જીવવાતણું બહાનું બનાવી દઉં

અટકી ગઇ જ્યાં જિંદગી મંજિલ બનાવી દઉં
... એ રીતે ખાલી કબર બિસ્તર બનાવી દઉં

કલ્પવૃક્ષની છાંવમાં મંદિર બનાવી દઉં
એ રીતે પથ્થર તને ઇશ્વર બનાવી દઉં
 
તું પૂછે પ્રેમનું કારણ
હું કરતો પ્રેમ અકારણ.

પ્રેમ તો કેવળ પ્રેમ છે.
એમાં શું કારણ? શું કેમ?
... ચાહીએ એને ચાહતા રહીએ
ભૂલી સઘળા વ્હેમ.

હું પામ્યો એટલું તારણ
આ પ્રેમ છે સાવ અકારણ-

ફૂલ સરીખો સહજ ખીલે
ને રેલી રહે સુગંઘ
પ્રેમ છે કેવળ પ્રેમને માટે
શાના ઋણાનુબંધ?

ના શરતોનું કોઇ ભારણ
આ પ્રેમ છે સાવ અકારણ-
 
દિલની આ કોરી કિતાબમાં,
વહેતા રક્ત વડે તમારી યાદમાં,
શબ્દ લખી રહ્યા તમારું જ નામ,
કલમ અમારી છે અને શાહી તમારી છે….

... જીવનસફરની શરૂઆતમાં,
તમે જ એક એવા મળ્યા,
નજરોથી નજર મળી ગઈઅને મહોબત થઈ ગઈ,
પ્રિત અમારી છે અને નિશાનીઓ તમારી છે…

No comments:

Post a Comment