Sunday, September 25, 2011

ચલો ચલો મુસ્કાન વાવીએ !

નમન હશે જો દિલમાં તો નફરત ગળી જશે.
પુરુષાર્થ હશે પ્રબળ તો એમાં પ્રારબ્ધ ભળી જશે.

મુકાબલો કરો જો મુશ્કેલીઓનો મન દઈને,
ફતેહ પણ તમારા કદમોમાં આવી ઢળી જાશે.
...
પર્યાપ્ત છે, તમારા ઈરાદાઓ મજબૂત હોય,
રસ્તાઓ આપોઆપ મંઝીલ ભણી વળી જાશે.
 
ચલો ચલો મુસ્કાન વાવીએ !
લ્યો આ આંસુ, આપો હૈયું, આપો થોડીક હૂંફ -
એટલે
એક નવી પહેચાન વાવીએ !

... કૈંક હૃદયનાં બંધ પડેલા દ્વાર ઉઘડતાં મેં જોયા છે,
કૈંક કીકીની સુની ડાળે ફૂલ મહેકતાં મેં જોયાં છે,
ચલો એકમેકની આંખોમાં જઈ
મહામૂલું સન્માન વાવીએ ! 
 
આ કોઈ હાર નથી, જો માને તો આ વહાલ છે સખી!
પંખી માળામાંથી જાય્, તે તો જગ વ્યવહાર છે સખી!

જનમ્યું તે જાય, એ વાત સાચી સંસારની છે સખી!
રડ નહીં આતો, બધી રોજની ઘટમાળ છે સખી!
...
કાલનો સુરજ આવશે, કોઇ વાત નવી લઈને સખી!
આ ઘાતને,સમજથી કે હીબકીને વિતાવીયે સખી!

ધર્મ કહે ,કરેલુ કદી એળે જતુ નથી તે જાણ ને સખી
બંધ દ્વારને જોઈ, નવી ક્ષીતિજો અણદેખી કર ના રે સખી..
 
 

No comments:

Post a Comment