Thursday, September 22, 2011

Gujrati Sayari and Poem

જોઈને એકલો મને અંબર ઉદાસ છે,
જ્યાં જઈને બેસતા’તા, એ પથ્થર ઉદાસ છે;
છે હોઠ પર તો સ્મિતનો ચમકાર દીસતો,
કિંતુ કો’ એક જણ મારી અંદર ઉદાસ છે !

- ‘આસિમ’ રાંદેરી
ફૂલોની ખુશ્બુ માં તું, છે કંટકો માં તું.
તું ઉલ્હાસ જિંદગીનો, ને સંકટો માં તું.

તું ઝગમગાટ રોશની, ઘોર તમસમાં ય તું,
તું તાપ સૂર્ય નું ધોમધખ ,શીતળ ચાંદની ય તું.
...
તું હાસ્ય ના મોજાં, છે ઉદાસી ય તું,
કથરોટ માં તું ગંગા, ને કાશી છે ય તું.
તું તુલસી ક્યારો આંગણનો, સુકા ઘાસમાં ય તું,
તું અમ્રુત છે-ગંગાજળ ,મ્રુગપ્યાસ માં ય તું.

તું ધજા ઊન્નત શિખરની, તળેટી માં ય તું,
તું જ રાજા ભોજ છે, ને તેલી ગાંગો તું.
...
તું શ્યામ નાગર નંદ નો, છે સુદામા ય તું,
તું ગીરધારી-ચમત્કારી, ગોપી ઊધામા ય તું.

દ્રૌપદી ના ચીર તું,સર્વ સત્વ છે ય તું.
જડ હ્રદયમાં ‘ચેતન’ તું, પરમ તત્વ તું.

-ચેતન ફ્રેમવાલા
પ્રેમને વિસ્તારવાનું સહેજ પણ સહેલું નથી,
નફરતોને નાથવાનું સહેજ પણ સહેલું નથી.

દુશ્મનોની ભીડમાં એક દોસ્તને જોયા પછી,
દોસ્તી નિભાવવાનું સહેજ પણ સહેલું નથી.
...
ભીતરે ડૂમો છુપાવી ક્યાં સુધી હસવું ભલા !
રોતી આંખે બોલવાનું સહેજ પણ સહેલું નથી.

ક્યાં છે અઘરું ન્યાય કરવું આંખે પાટા બાંધીને,
જુલ્મને સહેતા જવાનું સહેજ પણ સહેલું નથી.

પ્રજ્ઞા વશી
રહે મારું જીવન જો એક જ દશામાં, હવેથી ચમનમાં બહારો ન આવે,
વિખૂટી પડે રાત દિવસની જોડે, કદી સાંજ પાછળ સવારો ન આવે.

ઘડીભર પ્રકાશી પડ્યો જે ધરા પર, ગગનમાં ફરી એ સિતારો ન આવે,
બને તો તમે પણ મને જાવ ભૂલી, મને પણ તમારા વિચારો ન આવે.
 
મળ્યું છે જીવન આજ તોફાન ખોળે, ચહું છું દુ:ખદ અંત મારો ન આવે,
ઓ મોજાંઓ દોડો જરા જઈને રોકો, ધસે કંઈ વમળમાં કિનારો ન આવે.

મોહબ્બત પ્રથમ ધર્મ છે જિન્દગીનો, મોહબ્બત વિના કોઈ આરો ન આવે,
સતત ચાલવું જોઈએ એ દિશામાં, જો થાકી ગયા તો ઊતારો ન આવે.
...
હતું કોણ સાથે અને ક્યાં હતો હું- ન કહેજે કોઈને ભલી ચાંદની તું !
સિતારા કરે વાત ગઈ રાતની તો કહેજે કે ઉલ્લેખ મારો ન આવે.

ગની' દહીંવાલા
 
કરીએ કાકલૂદી એટલી ફુરસદ હતી કયારે?
તકાદો દર્દનો એવો હતો કે કરગરી બેઠા.

હતી તોરી કઁઈ એવી તબિયત કે જીવન પંથે,
ગમે ત્યારે જીવી બેઠા, ગમે ત્યારે મરી બેઠા
રૂસ્વા મઝ્લૂમીગઝલ
ઘાવ લાગ્યો હોય છે સમજણ ઉપર,
પણ અસર છલકાય છે પાંપણ ઉપર.

એ સમયવત આવશે ચહેરા સુધી,
જે તિરાળો આજ છે દર્પણ ઉપર.
... ...
આપવા કોઇ નામ એ મથતા રહે,
જેને શંકા હોય છે સગપણ ઉપર.

ઘોર એકલતા, ઉપેક્ષાઓ અને અપમાન પણ,
કેટલા અભિશાપ છે ઘડપણ ઉપર.

મેં વ્યથાઓ વર્ણવી ગઝલો મહીં,
પણ કલમ અટકી ગઇ કારણ ઉપર.
 
 
 
 
 
 
 

No comments:

Post a Comment